શ્રી અરંટવા પ્રાથમિક શાળામાં પ્રમાણિકતા અને માનવતાનું પ્રેરણાદાયક ઉદાહરણ જોવા મળ્યું છે. શાળાના શિક્ષક દેવેન્દ્રભાઈની સોનાની વીંટી ખોવાઈ ગઈ હતી, જે શાળાની મધ્યાહન ભોજન યોજનામાં રસોઈની ફરજ બજાવતા હંસાભાઈ માવાજી ઠાકોરને મળી આવી હતી. હંસાભાઈએ કોઈપણ લોભ કે લાલચ વગર વીંટી તેના સાચા માલિક શિક્ષક દેવેન્દ્રભાઈને પરત કરી પોતાની પ્રામાણિકતાનો પરિચય આપ્યો હતો જે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
