શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ-હાથીજણ વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે.


છેલ્લા કેટલાક સમયથી શાહેઆલમ રેસિડેન્સી, રામોલ ગામ, જનતાનગર અને રિંગ રોડ પર ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણી ફરી વળતા સ્થાનિકોનું જીવવું દુષ્કર બન્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જાણે ભર ઉનાળે ચોમાસામાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં સ્થાનિકોનો આરોપ છે કે, રહેણાંક વિસ્તારોની ગટર સાથે આસપાસના એસ્ટેટના ગેરકાયદેસર ગટર કનેક્શનના કારણે લાઈન વધુ બ્લોક થઈ રહી છે અને પ્રદૂષિત પાણી રસ્તા પર ફરી રહ્યા છે. શાહેઆલમ રેસીડેન્સીની ત્રણેય બાજુના રસ્તાઓ ગટરના કાળા પાણીથી છલકાઈ ગયા છે. દરરોજ વહેલી સવારે જ્યારે ઘરવપરાશના પાણીનો ઉપયોગ વધે છે, ત્યારે આસપાસના 500 મીટર સુધીના વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર ફરી વળે છે. આ ગંદું પાણી એટલા વેગથી બહાર આવે છે કે રોડ પરથી પસાર થવું અશક્ય બની ગયું છે. સવારના 10 વાગ્યા પછી પણ પાણીનું વહેણ બંધ થતું નથી, જેને કારણે આખો વિસ્તાર નરકાગારમાં ફેરવાઈ ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: