બગોદરા : બાવળા તાલુકાના મેટાળ ગામે હનુમાનજી મંદિર પાસે નાનોદરા જવાના રસ્તા પર ગટરના પાણીનો છેલ્લાં ઘણાં સમયથી અડિંગો જામ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અત્રે ઘણા સમયથી ગટરના પાણી ભરાયેલા રહેતાં સ્થાનિકોને નર્કાગારની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યું છે. આ ઉપરાંત ઉનાળામાં પણ ચોમાસાની જેમ માર્ગ પર દૂષિત પાણી ભરાયેલા રહેતા વાહન ચાલકોની સાથે સાથે રાહદારીઓને પણ રોજબરોજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ચોતરફ ગંદકીના થર જામેલા રહેતા રોગચાળો ત્રાટકવાની ભીતિ ગ્રામજનોમાં પ્રવર્તે છે. ત્યારે જવાબદાર તંત્રવાહકો દ્વારા સદર સમસ્યાનું ચોમાસાના આરંભ પૂર્વે જ કાયમી નિરાકરણ લાવવામાં આવે તેમ સ્થાનિકો વધુમાં ઈચ્છી રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: