વિરમગામ શહેરના માલીવાડ આખુન વાડા રહેણાંક વિસ્તારમાં ગુરુવારની રાત્રે એક વૃક્ષ પર આંખો ચમકતી વ્યક્તિએ જોઈ હતી.જેથી ત્યાં નીરખીને જોતા પહેલા કોઈ દિવસ જોવામાં આવ્યું ન હોય તેવું અજાણ્યું પ્રાણી જોવાથી વિસ્તારમાં અન્ય બીજા લોકોને જણાવતા લોકો એકત્ર થઈ ગયા હતા.તેમજ ઝરુખ જેવું પ્રાણી હોવાની વાત ફેલાઈ હતી અને લોકોમાં ફ્ફ્ડાટ વ્યાપી જવા પામ્યો હતો.વન્ય વિભાગનો સંપર્ક કર્યો હતો.ટીમ શુક્રવારે આવતા ફેટો બતાવ્યા હતા. ટીમે વન્ય તાળ બિલાડી હોવાની પુષ્ટિ કરી હતી અને લોકોને તેનાથી ગભરાવાની જરૂર નહિ હોવાનુ તેમજ તેની પજવણી નહિ કરવા જણાવતા વિસ્તારમાં લોકોએ રાહતનો દમ લીધો છે.
