અરવલ્લીની પર્વતમાળાની નવી વ્યાખ્યાને ઉભા થયેલા વિવાદને પગલે સમગ્ર ઉત્તરભારતમાં ઘણા લોકોમાં આંતરિક રોષ ફેલાયો છે. અરવલ્લીની પર્વતમાળા ગુજરાત, રાજસ્થાન, હરિણાયા અને દેશની રાજધાની દિલ્હી સુધી ફેલાયેલી છે. અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યાથી તેની સામે ખતરો ઉભો થયો હોવાની લાગણી વ્યક્ત થઈ રહી છે, જેને પગલે દેશમાં અનેક સ્થળે પ્રદર્શન થયા છે. ત્યારે માણસામાં પ્રબુદ્ધ નાગરિકો દ્વારા મૌન પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં માત્ર ઊંચાઈના આધારે અરવલ્લીની ઓળખ થતાં નાની ઊંચાઈના ટેકરીઓ ઉપર ખોદકામ અને બાંધકામ શરૂ થઈ જશે. જેમાં ટેકરીઓ સાથે લીલોતરીનો પણ નાશ થાય તેવી ભીતી માણસાના પ્રબુદ્ધ નાગરિકોએ વ્યક્ત કરી હતી. જેને પગલે સરકારના નિર્ણય સામે માણસાના વિવિધ સ્થળો ઉપર બેનર્સ સાથે મૌન રીતે પોતાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: