કાગડાપીઠમાં લગ્ન બાદ પરિણીતાને સાસુ સાથે માથાકૂટ થતા રિસાઈને પિયરમાં રહેવા જતી રહી હતી. જ્યારે પતિએ સાસુને ફોન કરીને પત્ની આવી છે.
તેમ પૂછતા સાસુએ અહિયાં નથી આવી હોવાનું કહીને જૂઠું બોલ્યા હતા. બાદમાં પતિએ સાસરીમાં જઈને તપાસ કરતા તેની પત્ની હાજર મળી આવી હતી. આથી કેમ ખોટું બોલો છો કહીને ઝઘડો કરતા સાળો વચ્ચે પડયો હતો. જેથી યુવકે સાળાને ચપ્પુના ત્રણ ઘા માર્યા હતા. આ અંગે પત્નીએ પતિ સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
બહેરામપુરામાં રહેતી 26 વર્ષીય મહિલા સીજી રોડ પર આવેલ કંપનીમાં નોકરી કરે છે. જેમાં તેમને સાસુ સાથે ઘરકામની બાબતમાં તકરાર થતા રિસાઈને પિયરમાં રહેવા જતી રહી હતી. પરિણીતાના પતિ કામકાજથી ઘરે આવ્યો અને તેને મામલા અંગેની જાણ થતા તેણે સાસુને ફોન કરીને પૂછયું હતું કે તેની પત્ની તેના ઘરે આવી છે કે નહિ?
ત્યારે સાસુએ અહિયાં નથી આવી કહેતા પતિ સાસરીમાં પહોંચ્યો ત્યારે તેની પત્ની હાજર હતી. જેથી પતિએ સાસુને ખોટું બોલો છો કહીને ઝઘડો કર્યો હતો. આ દરમ્યાન પરિણીતાનો ભાઈ તેમને મનાવવા માટે બહાર આવ્યો તો સાળા સાથે તેઓ મારમારી કરવા લાગ્યા હતા. બાદમાં ઝઘડો વધતા જમાઈએ પોતાની પાસે રહેલુ ચપ્પુ કાઢીને સાળાને ત્રણ ઘા મારી દીધા હતા. બાદમાં તે ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત પરિણીતાના ભાઇને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યો હતો. આ અંગેપત્નીએ પતિ સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો