વિરમગામ : વિરમગામ તાલુકામાં 135 અને નગરપાલિકાના 45 મતદાન બુથ કેન્દ્રો પર ઈ વીએમ કીટ સહિત જરૂરી સાહિત્ય સાથે ચુંટણી પંચ દ્વારા તૈનાત કરવામાં આવેલ કુલ 900 કર્મચારીઓને શહેરના મુખ્ય કેન્દ્ર શેઠ એમ જે હાઇસ્કૂલના પટાંગણથી એસટી બસોમાં શનિવારે નમતી બપોરે રવાના કરાયા હતા. એક મતદાન મથક પર પ્રીસાઈડિંગ અધિકારી સહિત કુલ પાંચ કર્મીઓ મતદાન પ્રક્રિયા માટે તથા કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ, હોમગાર્ડ જવાનો, સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર વિડિયોગ્રાફર તૈનાત રહેશે. વિરમગામ પાલિકા માટે 54, જિલ્લા પંચાયતની ચાર બેઠક માટે 14 અને તાલુકા પંચાયતની બેઠકો માટે 50 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જેમનું ભાવિ શહેરના કુલ 46,457 મતદાતાઓ નક્કી કરશે. આ વખતની ચૂંટણીમાં શહેરમાં 24,095 પુરુષ,22,361 મહિલા અને એક અન્ય મતદાતા છે. પાલિકામાં આ વખતે કોંગ્રેસ તરફે કોઈ જ ઉમેદવાર નથી. ત્યારે તાલુકા અને જિલ્લા પંચાયત સીટ માટે 1,02,424 મતદારો છે. જેમાં પુરુષ 53,951 અને મહિલા 48,470 સંખ્યા છે. શનિવારે બુથ કેન્દ્રો પર ટીમોને પહોંચાડવા અને રવિવારે મતદાન પુર્ણ થયા બાદ પરત મુખ્ય કેન્દ્ર પર પરત લાવવા વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકા માટે કુલ 32 એસટી બસો ફળવવામાં આવી છે. આ વખતે ધોમધખતા તાપમાં ચુંટણી યોજાઈ રહી છે ત્યારે કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવામાં આવી છે. મુખ્ય કેન્દ્ર પર બાંધવામાં આવેલા વિશાળ સામિયાણામાં ગરમી લુ ન લાગે તે માટે મંડપમાં ફઉન્ટન પદ્ધત્તિની વ્યવસ્થા કરવામાં આવી હતી.સાથે અર્બન હેલ્થ વિભાગની ટીમ પ્રાથમિક જરૂરી દવાઓ સાથે તૈનાત કરાઈ હતી.

Tharad News: આશા વર્કર બહેનોનો હલ્લાબોલ, 4 મહિનાથી પગાર ન મળતા કલેક્ટર કચેરી વિરોધ પ્રદર્શન









