શહેરના સુંદરતા અને આકર્ષણ માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ ચાર રસ્તાઓ પર અલગ-અલગ થીમ આધારિત સુંદર સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે. નાગરિકોને આકર્ષતી આ કલાત્મક કૃતિઓ તંત્રની ઘોર ઉદાસીનતા અને માવજતના અભાવે હવે ઉપયોગની વસ્તુઓ કચરાપેટી સમાન બની રહી છે. શાહપુર દરવાજાથી લાલ કાકા હૉલ તરફ્ જવાના રસ્તા પર અહીં ચાર રસ્તા પર મૂકવામાં આવેલુ સ્ટેચ્યુ તો તંત્રની અસંવેદનશીલતા અને નબળી દેખરેખના કારણે ગાયબ જ થઈ ગયું છે, પરંતુ જે સ્ટેન્ડ બનાવાયું છે તેનો હવે સ્થાનિકો દ્વારા કપડાં સૂકવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરી સૌંદર્યીકરણ પાછળ લાખો રૂપિયાના ટેક્સના નાણાં ખર્ચવામાં આવે છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા જો સમયસર યોગ્ય કાળજી અને જાળવણી કરવામાં આવી હોત તો આ પ્રકારનું શરમજનક દ્રશ્ય સર્જાત નહીં. આ મામલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે જવાબદારો સામે કાર્યવાહી કરી આ કલાત્મક સ્થળોને ફરીથી મૂળ સ્વરૂપમાં લાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો