ઝાલાવાડમાં ઉર્જા તીર્થ સમા ઝીંઝુવાડા ગામની ધરા ઉપર પન્યાસ ભગવંત ધર્મઘોષવિજય મ. સા, ઝીંઝુવાડાનું રત્ન મુનિરાજ હિરસાગરવીજય મ.સા. આદિ સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં જિનાલયનો 21મો સાલગીરા મહોત્સવ ઉજવાયો હતો. ઝીંઝુવાડા જૈન સંઘના યુવા કાર્યકર ઉત્પલ દોશીના જણાવ્યા અનુસાર અનેક આચાર્ય ભગવંતોની જન્મભૂમિ એવા આ ઉર્જાતીર્થમાં દર વર્ષે મહા સુદ 10ના દિવસે અનેક શહેરોમાંથી વતનપ્રેમી પરિવારો જિનાલયની સાલગીરા રંગેચંગે ઉજવવા પધારે છે અને આ વર્ષે પણ એજ હર્ષોલ્લાસની સાથે મહોત્સવ ઉજવાયો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: