લાંભા વોર્ડમાં સૈજપૂર-ગોપાલપૂરમાં રોડ માટે છ મહિના પહેલા ખાતમુર્હૂત થયું પણ રોડ જ બન્યો નથી.


AMC રોડ વિભાગના સ્થાનિક ઇજનેરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના લીધે વાહન ચાલકો ભારે પરેશાન થઇ ગયા છે. પીપળજ રોડના ઉદ્દઘાટનને છ મહિના પછી માત્ર 60 ટકા કામ થયું છે. અધૂરા રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો શારીરિક રોગના ભોગ બની રહ્યા છે.

સ્થાનિક લોકોએ કહ્યું કે, લાંભામાં સૈજપૂર-ગોલાપૂરમાં હનુમાન મંદિરથી લઇ શક્તિનગર સુધીના રોડ બનાવવા માટે મંજૂરી મળી હતી. છ મહિના પહેલા કોન્ટ્રાક્ટર સહિત સ્થાનિક રાજકીય આગેવાનોએ ખાતમુર્હૂત કર્યું હતું. આ પછી કોઇ કામ જ શરૂ થયું નથી. હાલ ઉબડખાબડવાળા રોડ પરથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે. પ્રજા પરેશાન છતાં રોડ નહીં બનવાનું કારણ પૂર્વ વિસ્તારના મ્યુનિ. ઉચ્ચઅધિકારીઓ આપી શક્તા નથી. આજ વિસ્તારમાં બે વર્ષ પહેલા ગોલ્ડન સીનેમાથી અમન ફલેટથી વડાલા બોર સુધીનો નવા રોડનું કામ મંજૂર થયું હતું. જેમાં અત્યાર સુધીમાં માત્ર 40 ટકા રોડ થયો છે અને હજી 60 ટકા બાકી છે. આ રોડ પરથી રોજ એકથી બે હજાર વાહનોની અવરજવર રહે છે. આનાથી અલીપ્તનગરથી કેનાલ સુધી, પટેલ એસ્ટેટથી બાગેકૌશર થઇ ગ્રીન પાર્કમાંથી અવરજવર કરતાં વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. સ્થાનિક કોર્પોરેટરે કહ્યું કે, વાહન ચાલકોને શારિરીક પીડા ભોગવી પડતી હોવા છતાં નિર્લજ્જ તંત્ર પગલાં ભરતું નથી.

પીપળજગામથી અશોક હોટલથી વિનોદ ફેકટરી થઇ લક્ષ્મીપુરા જવાના ગામના રોડ પર ખાતમુર્હૂતને છ મહિના થયા છે, પરંતુ 60 ટકા કામ પૂરૂ થયું છે. 40 ટકા કામ નહીં થતાં લાંભા, ઇન્દિરાનગર, લક્ષ્મીપૂરા, વટવાના ટ્રાફિકને સીધી અસર થઇ રહી છે. રોજના હજારો વાહન ચાલકો ખરાબ રોડથી કંટાળી ગયા હોવાનો લોકોએ રોષ ઠાલવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: