બગોદરા : આણંદ જિલ્લામાં ખંભાત તાલુકાના સારણ ગામથી ચોટીલા માતાજીના દર્શને પગપાળા સંઘ જતો હતો. તેમા 60થી વધુ માઈભક્તો જોડાયા હતા. પદયાત્રીઓ બગોદરા પસાર કરી રહ્યા હતા ત્યારે હાર્મી ભરતભાઈ નામની દિકરીની એકાએક તબીયત લથડતા અને બ્લડપ્રેશર ખૂબ જ નીચુ જતા તેને બગોદરાCHC ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ્ની ખુબ જ જહેમત બાદ દિકરી સ્વસ્થ થઈ હતી. ત્યારે દિકરીના સ્વજને ડો. રાધનપુરી તથા નર્સ સ્ટાફ્ની પ્રશસનીય કામગીરી બદલને બધાનો ખુબ જ આભાર માન્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો