આપનું મુખ જોઈ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે. જાગવાનું મન ઘણુંયે થાય છે, આંખ ખોલું છું તો સપનાં જાય છે' આ કાવ્ય પંક્તિ ગણગણવાનું મન થાય તેવો ચંદ્રમા શરદપૂર્ણિમાની રાત્રિએ ખીલ્યો હતો. ચંદ્રની સોળ કળા હોય છે. આ કળાઓ શરદપૂનમે ખીલી ઉઠી હોય તેવો શીતળ પ્રકાશ રેલાયો હતો. લોકોએ દૂધપૌઆ ચંદ્રપ્રકાશમાં રાખ્યા બાદ આરોગ્યા હતા. અનેક સ્થળોએ રાસ-ગરબા યોજાયા હતા.
