નિકોલ-નરોડા રોડ પર આવેલ ધરતી વિદ્યાલય અને ગોપાલ ચોક સામેનો મુખ્ય રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તાની બાજુમાં મોટા પ્રમાણમાં કાંકરી, પથ્થરો અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક રહીશો, વેપારીઓ તેમજ વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અકસ્માતનો સતત ભય ધરતી વિદ્યાલય નજીક હોવાથી દરરોજ મોટી સંખ્યામાં શાળાના બાળકો, વાલીઓ અને નાના-મોટા વાહનો અહીંથી પસાર થાય છે. રસ્તાની સાઈડમાં પાકો રોડ ન હોવાથી અને ખુલ્લા પથ્થર-કાંકરી પાથરેલા હોવાથી દ્વિચક્રી વાહનો સ્લિપ થઈ જવાનો અને અકસ્માત થવાનો સતત ભય રહે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ બાદ કે ધૂળ ઉડવાના કારણે રાહદારીઓની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.
