અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS તંત્ર દ્વારા લેવાયેલા એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે નરોડા વિસ્તારના મુસાફરો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી નરોડાથી નરોડા જીઆઈડીસી તરફ્ જતી બસોના રૂટમાં ટ્રાફ્કિના બહાના હેઠળ ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે રોજેરોજ મુસાફ્રી કરતા હજારો નોકરિયાતો અને સામાન્ય જનતામાં રોષ ફેલાયો છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, નરોડાથી સૂતરના કારખાના થઈને જીઆઈડીસી જતી બસ રૂટ નંબર 128 અને 130ને છેલ્લા એક મહિનાથી ડાયવર્ટ કરવામાં આવી છે. હવે આ બસો સૂતરના કારખાના જવાને બદલે આરાધના એપાર્ટમેન્ટ અને સદવિચાર પરિવાર થઈને સીધી જીઆઈડીસી ગેટ નંબર 5 માં જાય છે. આ ફેરફરને લીધે નરોડા રેલવે સ્ટેશન જવા માંગતા મુસાફરોને નરોડા ટર્મિનસ પર જ ઉતારી દેવામાં આવે છે. રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે મુસાફરોએ ભારે માલસામાન સાથે અંદાજે 1 કિલોમીટર સુધી ચાલવું પડે છે અથવા તો રિક્ષાના 50 થી 70 રૂપિયા જેવું તગડું ભાડું ચૂકવવું પડે છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સૂતરના કારખાના સર્કલ પર હિંમતનગર હાઈવે, જીઆઈડીસી અને રેલવે સ્ટેશનનો ભારે ટ્રાફ્કિ ભેગો થાય છે, જેના કાયમી ઉકેલ માટે નરોડા ટર્મિનસથી રેલવે સ્ટેશન તરફ્નો રસ્તો પહોળો કરવો અત્યંત જરૂરી છે. જોકે, આ માર્ગ પર એક કોંગ્રેસના નેતાની ઓફ્સિ આવેલી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ હટાવવાની કામગીરી કરવામાં પીછેહઠ કરી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

આ મામલે એક ચોંકાવનારો ગણગણાટ એવો પણ છે કે, આ કોંગ્રેસના નેતા ભાજપના દિગ્ગજ આગેવાનો દ્વારા સંચાલિત એડીસી (ADC) બેંકમાં ફરજ બજાવે છે. રાજકીય સાંઠગાંઠને કારણે કોર્પોરેશન આ દબાણ હટાવતું નથી અને તેના બદલે મુસાફરોને હેરાન કરીને બસોના રૂટ બદલી નાખવામાં આવ્યા છે. આમ, એક રાજકીય નેતાના હિત ખાતર સામાન્ય જનતાના પરસેવાની કમાણી અને સમયનો વ્યય થઈ રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: