અમદાવાદ શહેર માં જાણે કે કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે.ત્રણ હત્યા ના બનાવ બાદ શહેરના વેજલપુર માં ફાયરિંગ નો બનાવ સામે આવ્યો છે. નજીવી બાબત માં બે રાઉન્ડ ફાયરિંગ કરતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. જોકે સ્થાનિકો નો આરોપ છે કે, આરોપી ગાંજાનો વેપાર કરે છે અને તે અંગે ટોકતા ફાયરિંગ કર્યુ.
વેજલપુર વિસ્તાર માં ગત મોડી રાત્રે ફાયરિંગ નો બનાવ
શહેરના વેજલપુર વિસ્તાર માં ગત મોડી રાત્રે ફાયરિંગ નો બનાવ સામે આવ્યો છે. ફતેવાડીના કેનાલ રોડ પર દીવાન ટી સ્ટોલ પર બાઇક પર આવેલા ત્રણ શખ્સો બે રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે. અગાઉ થયેલા ઝઘડા ની અદાવત માં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીૉ
જે બાબત ની જાણ પોલીસ ને થતા જ વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા બે અરબાઝ નામના આરોપીએ તેના બે સાગરીતો સાથે આવી બનાવને અંજામ આપ્યો હતો.. જેમાં ચાની કીટલી ચલાવતા મુદ્દસર પઠાણને ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.. જે અંગે પોલીસ એ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી...
ફરિયાદી ને બીભત્સ ગાળો બોલી ફૈઝાન ક્યાં છે તેમ કહીને ફાયરિંગ કર્યું
પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે રાત્રિ ના દોઢેક વાગ્યા ની આસપાસ અરબાઝ અને તેના બે મિત્રો ફરિયાદી ની દિવાન ટી સ્ટોલ પર આવ્યા હતા. અને ફરિયાદી ને બીભત્સ ગાળો બોલી ફૈઝાન ક્યાં છે. તેમ કહીને ફાયરિંગ કર્યું હતું. જેમાં ફરિયાદી મુદસર અહેમદખાન પઠાણને પગ ના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે એક રાઉન્ડ ફાયરિંગ ચા ની કિટલી પર કર્યું હતું.
ત્રણેય આરોપીઓ ફરાર
જો કે આસપાસ માં લોકો એકઠા થઈ જતા ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા છે.. જોકે જે ફેઝાનની હત્યા કરવા માટે આરોપી આવ્યા હતા તેણે આરોપ મૂક્યો છે કે આરોપી અરબાઝ અને તેના મિત્રો વિસ્તારમાં ગાંજા નું વેચાણ કરે છે અને તે વાત નો વિરોધ કરતા બંને વચ્ચે તકરાર ચાલી રહી છે ગઈકાલે સાંજે ફોન પર ધમકી આપ્યા બાદ મોડી રાત્રે હત્યાના ઇરાદે ફાયરિંગ માટે આવ્યો હોવાનું ફેઝાન જણાવી રહ્યો છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી.
ચા ની કિટલી પર નહીં બેસવા માટે ફૈઝાન સાથે બોલાચાલી ઝઘડો થયો હતો
અગાઉ આરોપીઓને ચા ની કિટલી પર નહીં બેસવા માટે ફૈઝાન સાથે બોલાચાલી ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને આરોપીઓએ ફાયરિંગ કર્યું હોવાનું પોલીસ જણાવી રહી છે પરંતુ ગાંજા ના વિતરણ અંગે આક્ષેપો થતા પોલીસે હવે તે દિશામાં તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે અને ફાયરિંગ પાછળ કયા કારણ જવાબદાર હોવાનું સામે આવે છે તે જો મહત્વનું છે...