શહેરમાં ગુનાહિત પ્રવૃતિ વધી રહી છે જેમાં મર્ડર, લૂંટ જેવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો સ્પષ્ટ દર્શાવી જાય છે કે, કાયદો વ્યવસ્થાની ઐસી કી તૈસી કરનારને પોલીસનો કોઈ ભય રહ્યો નથી.
જમાલપુરમાં ક્રાઇમ બ્રાન્ચ અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર ત્રણ શખ્સોએ યુવકની હત્યા કરતા ચકચારમચી ગઈ છે. જેમાં અગાઉના ઝઘડાની અદાવતમાં ત્રણ શખ્સોએ યુવકને છરાના ઘા મારીને હત્યા કરી નાખી છે. જેમાં અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી લીધી છે.
જમાલપુર પીરભાઈ ધોબીની ચાલીમાં રહેતા જયેશ ઓડ છૂટક મજૂરી કામ કરે છે. ગત 21 જાન્યુઆરીએ રાત્રે ઘરે હતો ત્યારે મિત્ર ભાવેશનો ફેન આવ્યો હતો કે હું, તારોભાઇ આકાશ અને સોનુ રાવલ રતનપોળથી બાઇક લઇને ઘરે આવતા હતા. ત્યારે ગાયકવાડ હવેલી પાસે પહોચ્યા તે સમયે એક્સેસ પર મીત ઉર્ફે લાલો રાઠોડ અને તેના મિત્રો આવ્યા હતા. બાદમાં બાઇકની આગળ એક્સેસ લાવીને ઉભી કરી દેઇને બાઇક સાથે અથડાવ્યુ હતુ. જેથી આકાશ બાઇક પરથી ઉતરીને ભાગવા લાગ્યો હતો. જેથી મીત છરો લઇને તેની પાછળ દોડીને છરાના ઉપરાછાપરી ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ અંગે જયેશે ત્રણેય શખ્સો સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોધાવતા પોલીસે મીત, સાહિદ પઠાણ અને સોહિલ નીરાશીની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરતા આકાશ રતનપોળમાં આવેલી સાડીઓની દુકાનમાં સેલ્સ મેન તરીકે નોકરી કરતો હતો. આકાશ સવારે નોકરી જતો અને રાતે નીયત સમયે પરત ઘરે આવતો હતો. મંગળવારે આકાશ અને તેના પડોશમાં રહેતા લાલા રાઠોડ સાથે ગાળ બોલવાની બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આકાશ અને લાલાના કોમન મિત્રોએ ભેગા થઈને બન્નેનું સમાધાન કરાવી દીધુ હતું. તેની અદાવતમાં રેકી કરીને હુમલો કર્યો હતો.
આરોપીઓએ એમડી ડ્રગ્સના નશામાં હત્યા કરી હોવાનો મૃતકના ભાઈનો આક્ષેપ
આરોપીઓએ અગાઉના ઝઘડામાં યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. જેમાં મૃતકના ભાઇએ આક્ષેપ કર્યો છે કે તમામે એમડી ડ્રગ્સના નશામાં હત્યા કરી હોવાનું સામેઆવ્યુ છે. મૃતક સામે 16 ગુના પોલીસ ચોપડે નોધાયેલ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો