માનવતાની મહેક ફેલાવતી ઘટનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2026નું પ્રથમ અંગદાન સંપન્ન થયું છે.


મૂળ મહારાષ્ટ્રના નાગપુરના વતની 56 વર્ષીય લીલાબેન રોતના અંગદાનથી એક લીવર અને બે કિડની એમ કુલ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે. આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 224 અંગદાન નોંધાયા છે. લીલાબેન વિરમગામ ખાતે પોતાની દીકરીને મળવા આવ્યા હતા, જ્યાં ગત 3 જાન્યુ.ના રોજ તેમને બ્રેઈન હેમરેજ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન તબીબોએ તેમને 'બ્રેઈન ડેડ' જાહેર કર્યા હતા. પિતાની ગેરહાજરીમાં સંતાનો માટે માતાના અંગદાનનો નિર્ણય લેવો કઠિન હતો, પરંતુ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા) ની સમજાવટથી પરિવારે સંમતિ આપી હતી. સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, *સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 224 અંગદાન દ્વારા કુલ 742 અંગો અને 194 પેશીઓ મળી કુલ 936 દાન પ્રાપ્ત થયા છે.* આ અંગદાન દ્વારા મળેલી બે કિડની અને લીવરનેસિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલના દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. શોકતુર પરિવારે લીધેલા આ નિર્ણયની ચારેતરફ્ સરાહના થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: