બીએસસી નર્સિંગ સહિતના વિવિધ પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટે જાહેર કરેલા નવા કાર્યક્રમમાં રજિસ્ટ્રેશનની મુદત આજે પૂર્ણ થઈ છે. ડોક્યુમેન્ટ્સ વેરિફ્કિેશનની મુદત આવતીકાલે શનિવારે પૂર્ણ થશે. ચાલુ વર્ષે કુલ 1,165 કોલેજની 56,754 બેઠકોમાં પ્રવેશ માટે 37,267 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ફાઈનલ ડોક્યુમેન્ટ્સ વેરિફ્કિેશન 35,441 વિદ્યાર્થીઓનું થયું છે. નવા કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 હજાર જેટલો અને વેરિફ્કિેશનમાં 789 જેટલો વધારો થયો છે. હવે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓના એડમિશન ફાળવવા સંબંધિત કામગીરીનો પ્રારંભ થશે. એડમિશન કમિટી દ્વારા પ્રવેશનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેને લગતી પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
