શહેરના વ્યસ્ત અને મહત્વના વિસ્તાર ગણાતા મણિનગર રેલવે સ્ટેશન બહાર રોડ પર ટ્રાફ્કિની સમસ્યા દિવસે-દિવસે વણઉકેલાયેલી ગૂંચ બનતી જઈ રહી છે. સ્ટેશન વિસ્તારમાં AMTS બસો માટે પૂરતી પાર્કિંગની જગ્યાઉપલબ્ધ ન હોવાને કારણે બસોને મિલકતો કે સ્ટેશન બહાર મુખ્ય માર્ગ પર જ પાર્ક કરવાની ફરજ પડે છે, જેના કારણે અહીંથી પસાર થતા સામાન્ય નાગરિકો માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. મણિનગર રેલવે સ્ટેશન પર દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે. સ્ટેશન બહાર આવતાની સાથે જ લોકોને ટ્રાફ્કિના અસહ્ય ત્રાસનો સામનો કરવો પડે છે.AMTS બસો માટે ડ્રાઈવર્સ અને ઓથોરિટી પાસે યોગ્ય પાર્કિંગ કે ટર્મિનસવ્યવસ્થાના અભાવે બસો સીધી રોડ પર જ લાઈનસર ઊભી રાખવામાં આવે છે. આના કારણે રસ્તાનો મોટો ભાગ ઘેરાઈ જાય છે અને વાહનો માટે નીકળવાની જગ્યા નહિવત થઈ જાય છે. મહત્વનું છે કે મણિનગર સ્ટેશન બહારનો મુખ્ય માર્ગ વાહનોથી ખીચોખીચ ભરેલો છે.AMTS બસોની લાઈનો ઉપરાંત આડેધડ પાર્ક થયેલા વાહનો, રસ્તા ની આસપાસના લારી-ગલ્લા અને રાહદારીઓની ભારે ભીડને કારણે અહીં કલાકો સુધીટ્રાફ્કિ જામની સ્થિતિ સર્જાય છે. રેલવે પકડવા દોડતા મુસાફરો ઘણીવાર આ ટ્રાફ્કિ જામના કારણે પોતાની ટ્રેન પણ ચૂકી જાય છે. સ્થાનિક વેપારીઓ, મુસાફરો અને વાહનચાલકોમાં આ બાબતે ભારે રોષ જોવામળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો AMTS તંત્ર અને ટ્રાફ્કિ પોલીસ દ્વારા વહેલી તકેકોઈ નક્કર આયોજન કરવામાં ન આવ્યું,
