શહેરના પૂર્વ વિસ્તારના હૃદય સમાન મણિનગર રેલવે સ્ટેશનની સામે આવેલો સિંધી માર્કેટ રોડ અત્યારે ટ્રાફ્કિની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે.


રોડની બંને તરફ્ આડેધડ ઊભા રહેતા લારી-ગલ્લા અને પથારાવાળાઓને કારણે મુખ્ય માર્ગ સાંકડો બની ગયો છે, જેને પગલે પીક અવર્સમાં વાહનોની લાંબી કતારો જોવા મળે છે. જેમાં પણ રેલવે સ્ટેશનની બિલકુલ સામેથી શરૂ થતા આ માર્ગ પર ખાણી-પીણી અને કપડાંની લારીઓએ અડધો રોડ રોકી લીધો છે. તેમજ ખરીદી કરવા આવતા ગ્રાહકો પોતાના વાહનો રોડ પર જ પાર્ક કરે છે, જેનાથી ટ્રાફ્કિ વધુ જટિલ બને છે. આ રોડ એલ.જી. હોસ્પિટલ તરફ્ જવાનો મુખ્ય માર્ગ હોવાથી, ટ્રાફ્કિ જામમાં ઘણીવાર એમ્બ્યુલન્સ પણ ફ્સાઈ જાય છે, જે દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનું કહેવું છે કે, તંત્ર દ્વારા વારંવાર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી જતી રહેતા જ ફરીથી લારીઓ ગોઠવાઈ જાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. દક્ષિણઝોનમાં AMC અને ટ્રાફ્કિ પોલીસ દ્વારા સમયાંતરે ડ્રાઈવ ચલાવવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર નીતિના અભાવે આ માર્ગ પર 'ચોર-પોલીસ' જેવી રમત ચાલતી રહે છે. સ્થાનિકોએ અહીં 'નો પાર્કિંગ ઝોન' કડક રીતે લાગુ કરાય અને લારી ધારકો માટે અલગ જગ્યા ફાળવવા માટે માગ ઊભી થઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: