ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક શનિવારે એક માલ ભરેલું આઇશર ટ્રક અકસ્માતનો ભોગ બન્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ ચાલકને વાહન ચલાવતી વખતે અચાનક ઝોકું આવી જતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. એથી ટ્રક રોડ સાઈડના ખાડામાં ખાબકી હતી. જોકે સદનસીબે ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તેમજ અન્ય વાહનચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ચાલકને ટ્રકમાંથી બહાર કાઢયો હતો. અકસ્માતના પગલે હાઈવે વિસ્તારમાં થોડો સમય ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: