બાવળા : સાણંદ તાલુકાના જુવાલ ગામે બે ઇસમો નશાકારક કફ્સીરપનો જથ્થો રાખી તેને ચોરી છૂપીથી વેચાણ કરતા હોવાની બાવળા પોલીસ મથકના અનિલભાઈ ડાભીને બાતમી મળતા પોલીસે ગામના ઝાંપડિયા વાસમાં રેડ કરી હતી. જેમાં પોલીસ દ્વારા આરોપી અજય ઉર્ફે અજગર ભરતભાઈ ગોહેલ અને અશ્વિન ઉર્ફે હરેશ શ્રાવણભાઈ ગોહેલ પાસેથી રોકડા રૂપિયા 30000 અને મોબાઈલ મળી કુલ રૂ. 49,118નો મુદામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બંને આરોપી દ્વારા કફ્ સીરપની બોટલો જુવાલ ગામના ઝાંપડિયાવાસમાં રહેતા અશ્વિન ઉર્ફે બોડલ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી 1 ઇસમને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
