અનએકેડમી, ગર્વથી 'અનએકેડમી નેશનલ સ્કોલરશીપ એન્ડ એપ્ટિટયુડ ટેસ્ટ 2026' (UNSAT 2026) ની જાહેરાત કરે છે. 'ધ મેકિંગ ઓફ ચેમ્પિયન્સ' ના સૂત્ર સાથે, આ ટેસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક યાત્રામાં ઓળખવાનો, પ્રોત્સાહન આપવાનો છે. આ મહત્વપૂર્ણ ટેસ્ટ IIT JEE, NEET UG અને ધોરણ 7 થી 11 (વિજ્ઞાન પ્રવાહ) ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ પરીક્ષા આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન દર રવિવારે અનએકેડમી સેન્ટર , બોડકદેવ , અમદાવાદ ખાતે લેવામા આવશે, જેથી વિદ્યાર્થીઓને તૈયારી માટે પૂરતો સમય મળશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અનએકેડમી અમદાવાદ ખાતે ઓફ્લાઇન અભ્યાસક્રમોમાં 90% સુધીની આકર્ષક સ્કોલરશીપ મેળવી શકે છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને મેકબુક્સ, મોબાઇલ, આઈપેડ, એલેક્સા વગેરે જેવા આકર્ષક ઇનામો જીતવાનીસુવર્ણ તક પણ મળશે.UNSAT 2026 માટે નોંધણી સંપૂર્ણપણે મફ્ત છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો