વિરમગામ નગર પાલિકા માં ભાજપે બહુમતી સાથે સત્તા સંભાળી છે.ત્યારે શહેરમાં વિવિધ કામો અને પાલિકામાં વિવિધ સમિતિઓની રચના માટે પ્રથમ સામન્ય સભા મંગળવારે પાલિકાના સભા ખંડ માં મળી હતી.જેમાં ચીફ્ ઓફીસર અને પાલિકાના કુલ છત્રીસ સભ્યો માંથી પ્રમુખ યોગેશ પટેલ, ઉપ પ્રમુખ ભારતીબેન વજાણી સહિત ભાજપના છવીસ અને અપક્ષ નવ સભ્યો મળી પાંત્રીસ સભ્યો હાજર રહ્યા હતા.એક અપક્ષ સભ્ય કોઈ કારણો સર હાજર ન હતા.સામન્ય સભાના દસ એજન્ડા કામમાં મુખ્ય વિવિધ સમિતિઓમાં ચેરમેન તથા સભ્યોના નામો જિલ્લા સંગઠન માંથી અપાયેલા વ્હિપ મુજબ જાહેર કરવામાં આવ્યા હતા.અન્ય કામોમાં તંત્રમા કામગીરી માટે મંજુર મહેક માં ખાલી પડેલી જગ્યાઓ કરાર આધારે ભરવાની કામગીરી,શ્રામ આયુક્તના પરીપત્ર મુજબ રોજમદારના વેતન ભથામાં સુધારો કરવા અંગે,વિવિધ કામો ટેન્ડર માટે આવેલા કોન્ટ્રાક્ટ વંચાણે લઈ મંજુરી અંગે સહિતના અન્ય કામો માટે સભામાં ચર્ચાઓ થઈ હતી. કામો મંજુર કરાયા હતા.જેમાં કેટલાક કામો ખાસ કરીને શહેરમાં સ્વચ્છતા કામગીરી માટે રૂ. 72 લાખથી વધુ રકમ અને વર્મી કંપોઝ પ્લાન્ટ કામગીરીમાં ત્રણ વર્ષ માટે ત્રણ કરોડ થી વધુ રકમો ખર્ચી કોન્ટ્રાક્ટ આપવાની જગ્યાએ પાલિકા ઓછા ખર્ચમાં અને લોકોને રોજગારી આપી શકાય હિત માટે વિપક્ષી સભ્યો દ્વારા ઠોસ સૂચનો સાથે રજૂઆતો કરવામાં આવી હતી.

Ahmedabad: વસ્ત્રાલમાં નવી ગાડીઓ ભરેલું કન્ટેનર પસાર થતાં જ આખો રોડ બેસી ગયો, કન્ટેનર કાઢવા તંત્રની મથામણ









