શહેરના ગીતા મંદિર વિસ્તારમાં આવેલા એસ.ટી સ્ટેન્ડની બહાર એક મુસાફરના ખિસ્સામાંથી એક ટોળકી પૈસા પડાવી લેતી હોવાનો વિડીયો

વાઈરલ થયો હતો જેમાં એક મુસાફર પાસેથી 3થી 4 લુખ્ખા તત્વો પૈસા પડાવતા હોવાનુ દેખાઈ

રહ્યું છે. એસટી બસ સ્ટેન્ડ

પર લુખ્ખાઓના આતંકને લઈને ડીસીપીએ તાત્કાલિક તપાસના આદેશ આપતા નીતીન ચુનારા અને ભાવેશ

ચુનારા નામના

2 શખ્સની ધરપકડ કરાઈ છે. ગીતામંદિર એસ.ટી બસ સ્ટેન્ડ વિસ્તાર આખો દિવસ ભીડભાડથી ભરેલો હોય છે અને દરરોજ હજારો મુસાફરોની

અવરજવર હોય છે. ત્યારે બસ સ્ટેન્ડની

બહાર એક ટોળકી દ્વારા એક વ્યક્તિના ખિસ્સામાંથી પૈસા કાઢી લેતો વિડીયો જાગૃત નાગરિક

દ્વારા વાયરલ કરાયો હતો જેના પગલે ઝોન 6 ડીસીપીએ તાત્કાલિક જ તપાસ શરુ કરીને વિડીયોના

આધારે એકની ઓળખ કરી ધરપકડ કરી લીધી હતી. આ ઘટના અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે, ધ્યાને આવેલા વીડિયોમાં કેટલાક શખ્સો રાહદારીઓને રોકીને તપાસતા દેખાય છે. તે વીડિયોના આધારે એક યુવકની ઓળખ થઈ ગઈ છે. આ વીડિયો કઈ તારીખ અને સમયનો છે તેની ખરાઈ કરીને આગળની કડક કાયદેસરની કાર્યવાહી

કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો