મેઘાણીનગરમાં પતિને ફોન કરીને ઘરે બોલાવીને પત્નીએ રૂપિયા માંગ્યા પરંતુ ન હોવાથી ના પાડતા ઝઘડો કર્યો હતો. બાદમાં પત્નીએ પતિને ચપ્પુનો ઘા માર્યો હતો.


આ અંગે પતિએ પત્ની સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. મેઘાણીનગરમાં રહેતા કૃણાલ બ્રહ્મભટ્ટ ડમરૂ સર્કલ પાસે ચાંલ્લાનું કારખાનું ધરાવી ધંધો કરે છે. ગત 16 માર્ચે તે પિતા સાથે કારખાના પર હાજર હતો ત્યારે પત્ની સવિતાએ ફોન કરીને ઘરે બોલાવ્યા હતા. જેથી કૃણાલભાઇ ઘરે ગયા હતા. ત્યારે પત્ની સવિતાએ રૂપિયા માંગ્યા પરંતુ પતિ કૃણાલ પાસે ન હોવાથી રૂપિયા આપવાની ના પાડી હતી. બાદમાં પત્નીએ રૂપિયા બાબતે પતિ સાથે ઝઘડો કરતા પતિ ઘરેથી નીકળીને મિત્રની દુકાને જઇને બેઠો હતો. આ દરમ્યાન પત્ની ચપ્પુ લઇને પતિના મિત્રની દુકાને જઇને પતિને બિભત્સ ગાળો બોલીને ચપ્પુનો ઘા માર્યો હતો. જેથી બૂમાબૂમ થતા પત્ની નાસી ગઇ હતી. જ્યારે ઇજાગ્રસ્ત પતિને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જે-તે સમયે ઘરનો ઝઘડો હોવાથી ફરીયાદ નોધાવી ન હતી. પરંતુ ફ્રીથી પત્ની પતિ સાથે ઝઘડો કરવા આવતા પતિએ પત્ની સવિતા સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. પૈસા બાબતે અવારનવાર પતિ- પત્નિને ઝઘડા થતા હતા પરંતુ પ્રથમ વખત પત્નિનું ઉગ્ર રૂપ સામે આવ્યુ નાનકડી એવી બોલચાલમાં પત્નિએ પૈસા કેમ નથી આપતા મારે પૈસાની જરૂર છે ઘણા સમયથી તમે મને પૈસા માટે હેરોન કરો છો તેમ કહી પતીને ચપ્પુના ઘા માર્યા હતા. જોકે પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: