વેજલપુર પોલીસે 7 લાખ ઉપરાંતના એમડી ડ્રગ્સ મેફેડ્રોનના જથ્થા સાથે મહિલા અને પુરુષને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી ઉંડી તપાસ શરુ કરી છે.


પોલીસને બાતમી મળી હતી

વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ એમ બોરખતરીયા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે એક મહિલા અને પુરુષ માદક પદાર્થ લઇને ટુ વ્હીલર ઉપર અંબર ટાવર તરફ પસાર થવાના છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી.

પુરુષ અને મહિલાને પોલીસે અટકાવ્યા

પોલીસે સવેરા હોટલ ત્રણ રસ્તા પર વોચ ગોઠવીને બાતમી મુજબના ટુ વ્હીલર પર મહિલા અને પુરુષ આવતા પોલીસે તેમને અટકાવ્યા હતા. તેમના નામ સમીમબાનુ ઉર્ફે પપ્પી ફિરોજખાન પઠાણ અને મોમીનખાન ફિરોજખાન પઠાણ (બંને રહે, કુંભાર ગલી, કાલુપુર) હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું

246 .800 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું

પોલીસે તેમની ઝડતી લેતા તેમની પાસેથી 246 .800 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. જેની કિંમત 740400 થવા જાય છે. પોલીસે ટુ વ્હીલર તતા મેફેડ્રોન સહિત 774900 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરુ કરી હતી.

સીરીન અલ્લારખાએ જથ્થો આપ્યો હતો

પોલીસ તપાસમાં તેમને આ એમડી ડ્રગ્સનો જથ્થો સીરીન અલ્લારખા (રહે, ફતેવાડી)એ આપેલો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ આદરી હતી.

બંને આરોપી ગુનાહિત ભુતકાળ ધરાવે છે

પોલીસે જણાવ્યું કે આરોપી સમીમ બાનુ સામે અગાઉ પ્રોહિબીશનનો અને એનડીપીએસનો ગુનો નોંધાયેલો છે અને મોમીનખાન સામે પણ કાલપુર પોલીસમાં ગુનો નોંધાયો છે. 


આ પણ વાંચો----    Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

  • Follow us on: