નરોડામાં રહેતા શ્રાવણકુમાર ઘાંચી ઇન્ટ્રેગ્રેટેડ વેસ્ટ હેન્ડલિંગ કંપનીમાં નોકરી કરે છે. જેમાં નરોડામાં એએમસીની જગ્યામાં ગાડીઓનું પાર્કિંગ થાય છે.
ત્યાં સુપરવાઇઝર તરીકે શ્રાવણકુમાર છે. ત્યારે ગાડીઓના દેખરેખ માટે મિનેષ નીનામા કામ કરતો હતો. તેમજ ડ્રાઇવર અને મજૂર લાવવાનું પણ કામ કરતો હતો. ગત 13 નવેમ્બરે શ્રાવણકુમાર પાર્કિંગવાળી જગ્યાએ ગયા ત્યારે મિનેષ હાજર ન હતો. જેથી અન્ય સ્ટાફ્ને પૂછતા જણાવ્યું કે રાત્રીના સમયે મિનેષે ત્રણ કચરાની ગાડીઓ ડ્રાઇવરો સાથે બહાર કઢાવી હતી પરંતુ હજુ પરત આવી નથી. ત્યારે વતન મધ્યપ્રદેશ જઇને તપાસ કરીને તેને મળતા મિનેષે જણાવ્યું કે મારા મજૂરોનો દોઢ વર્ષનો પગાર બાકી છે એટલે હું ગાડીઓ પરત નહીં આપું તેમ જણાવ્યું હતું. આ અંગે શ્રાવણકુમારે મિનેષ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરતા મધ્યપ્રદેશનું આરોપીનું લોકેશન શોધી કાઢયું હતું. પોલીસે મધ્યપ્રદેશ જઇ આરોપી મિનેષ નીનામાને ઝડપી લીધો હતો અને તેની સાથે ગાડીઓ પણ કબ્જે કરવામાં આવી હતી.










