ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં વિવિધ વિષયો પર નિયમિત રીતે વ્યાખ્યાનો યોજાય છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ગુજરાતી ભાષામાં વિશ્વકોશ પ્રગટ કર્યો છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાન શ્રોણીનો પ્રારંભ 2006થી શરૂ કર્યો. અત્યાર સુધીમાં એના આશરે 300 જેટલા વ્યાખ્યાન યોજાઈ ગયા છે. અર્પણ યાજ્ઞિકે AI અને શિક્ષણ વિશે વક્તવ્ય આપતા વાત કરી.AI શિક્ષકનથી પરંતુ એક શક્તિશાળી સાધન છે. માત્ર સારો પરફોર્મન્સ એટલે સાચું શીખવું નહીં.AI પર વધુ નિર્ભરતાવિચારવાની અને વિશ્લેષણ કરવાની ક્ષમતા ઘટાડે છે. યોગ્ય માર્ગદર્શન સાથે AI શિક્ષણને વધુઅસરકારક બનાવી શકે છે. શિક્ષકો અને AI સાથે મળીને વધુ મજબૂત શિક્ષણવ્યવસ્થા બનાવી શકે છે. ભવિષ્યના શિક્ષણમાં ક્રિટિકલ થીકિંગ, સર્જનાત્મકતા અને સહકાર જેવી માનવીય કુશળતાઓવધુ મહત્વપૂર્ણ બનશે. ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાન શ્રોણી અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિશે કુમારપાળ દેસાઈએ વાત કરી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રસ ધરાવતા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: