અમદાવાદ શહેરની હવાની ગુણવત્તા (Air Quality Index - AQI) છેલ્લા એક સપ્તાહથી સતત બગડી રહી છે અને જોખમી સ્તરે પહોંચી ગઈ છે. શહેરના લગભગ દરેક વિસ્તારમાં પ્રદૂષણનું લેવલ 200ને પાર જતાં નાગરિકો માટે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે. AQIનો આ આંકડો સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો દર્શાવે છે. ખાસ કરીને અસ્થમા, શ્વાસ સંબંધી બીમારીઓ ધરાવતા લોકો અને બાળકો-વૃદ્ધો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી છે.
- ગ્યાસપુર : 278
- ઉસ્માનપુરા : 220
- થલતેજ : 213
- ગોતા : 204
- સોલા : 201
- સાઉથ બોપલ : 211
- બોડકદેવ : 200
- એરપોર્ટ વિસ્તાર : 215
- સેટેલાઈટ : 211
- ચાંદખેડા : 204
ગ્યાસપુરમાં 278 નો આંક સૌથી વધુ છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે શહેરની હવા ગંભીર રીતે પ્રદૂષિત થઈ ચૂકી છે. 201થી 300 સુધીનો AQI 'નબળી' (Poor) શ્રેણીમાં આવે છે, જે હૃદય અને ફેફસાંના દર્દીઓ માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જી શકે છે.
