બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચી શકે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પશ્ચિમ અને મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ છે. પવનની ગતિ વધુ રહેવાની શક્યતાઓ છે. જેના કારણે બાગાયતી પાકોને ભારે નુકસાન થઈ શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર, પંચમહાલમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે.વડોદરા અને દ.ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે. મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચી શકે છે.20 એપ્રિલ બાદ ભારે વરસાદની શક્યતાઓ છે.
