અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. પૂર્વ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા નિકોલ વોર્ડમાં આવેલા બે મોટા ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રિયલ બાંધકામો પર હથોડો ઝીંકી દેવામાં આવ્યો છે. આ કડક ઓપરેશન દરમિયાન આશરે ૨,૨૧૭ ચોરસ ફૂટ જેટલું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા રુપિયા ૮૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.


મહત્વનું છે કે નિકોલ વોર્ડમાં આવેલા વસ્તિક ઇન્ડસ્ટ્રિયલ પાર્ક માં નકશા બહારના અને બિન-પરવાનગી વગરના બાંધકામો ખડકી દેવાયા હતા, જેના પર AMCની ટીમે ત્રાટકીને ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. જ્યારે અહીં માર્જિનની જગ્યામાં તેમજ એડિશનલ ફ્લોરમાંગ્રાઉન્ડ ફ્લોર ર્ફ્સ્ટ ફ્લોરનું બિન-પરવાનગીએ કરાયેલું ૦૨-યુનિટનું ઇન્ડસ્ટ્રિયલ બાંધકામ તોડી પડાયું હતું. અહીંથી આશરે ૧,૪૪૨ ચોરસ ફૂટ બાંધકામ જમીનદોસ્ત કરી ૫૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. મહત્વનું છે કે આ ડિમોલેશન વખતે પૂર્વ ઝોનનો એસ્ટેટ વિભાગ, નિકોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ્, મ્યુનિસિપલ દબાણ વાન, ખાનગી મજૂરો તેમજ ગેસ કટર, બ્રેкер મશીન અને જે.સી.બી. જેવા ભારે મશીનો સાથે આખો કાફ્લો ઘટનાસ્થળે તૈનાત રહ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: