અમદાવાદના પિૃમ વિસ્તારના પોશ અને હાઈપ્રોફાઈલ ગણાતા બોપલ, શેલા, સિંધુ ભવન રોડ અને સાયન્સ સિટી જેવા વિસ્તારો વૈભવી લાઈફ્સ્ટાઈલ માટે જાણીતા છે, પરંતુ આ જ વિસ્તારો હવે शहर માટે ઈ-વેસ્ટ (ઇલેક્ટ્રોનિક કચરો)ના સૌથી મોટા હબ બની રહ્યા છે. એક તરફ્ આ પોશ વિસ્તારોની આસપાસ કોઈ સત્તાવાર ડમ્પિંગ સાઈટ નથી અને મ્યુનિ.ના ઈ-વેસ્ટ સેગ્રીગેશનમાં આયોજનના અભાવથી સૌથી વધુ ખતરનાક ઈ-વેસ્ટ અને સૂકો કચરો પેદા થઈ રહ્યો છે. સંદેશ દ્વારા કરાયેલા ગ્રાઉન્ડ સર્વે અને વિશ્લેષણ મુજબ, આ વિસ્તારોમાં વસતા ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનિકોમાં દર છ મહિને કે વર્ષે મોબાઈલ, લેપટોપ, સ્માર્ટ વોચ, ટીવી અને એરકન્ડિશનર જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ બદલવાનો ટ્રેન્ડ ખૂબ વધારે છે. જેના કારણે આ વિસ્તારોમાંથી દૈનિક ટનબંધ ઈલેક્ટ્રોનિક કચરો નીકળે છે. સામે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પણ માત્ર કાગળ પર ઈ-વેસ્ટ સોર્સ સેગ્રીગેશન હોય તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. જ્યારે ઈ-વેસ્ટ માટે કરવામાં આવતા કોલ્સ ૫૨ ખાનગી એજન્સીઓ દ્વારા રિસ્પોન્સ ન મળતો હોવાની અને જો ડોર ટુ ડોર ઈ-વેસ્ટ કચરો પીકઅપ બૂક કરવામાં આવે છતાં પણ સમયસર કચરો ઉપડાવા માટે ગાડીઓ આવતી ન હોવાની ફરિયાદ વધી છે. સુપ્રીમ કોર્ટના કડક આદેશ બાદ ૪-વે સેગ્રીગેશનની મ્યુનિ. દ્વારા ફરજિયાત કરાયું છે. પણ ગ્રાઉન્ડ ૫૨ હકિકત કઈ અલગ જ દેખાય છે. હેલ્પલાઈન પર નો રિસ્પોન્સ , નબળા કલેક્શન અને જાગૃતિના અભાવે ઈ-વેસ્ટ પીરાણાના ઢગલામાં હોમાઈ રહ્યો છે. કચરો કલેક્ટ કરવા આવતી કેટલીક ગાડીના તાલીમ વગરના ડ્રાઈવરોને ખબર જ નથી હોતી કે, ઈ-વેસ્ટ કઈ જગ્યા પર મુકવો પરિણામે કચરો મીક્સ થઈને રીફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પહોંચી જાય છે. શરૂઆતના સ્ટેજ પર ડ્રાઈવરની આળસ કે બેદરકારીના કારણે જે કચરો મિક્સ થાય છે, તેને છેલ્લે પ્લાન્ટ પર કરોડો રૂપિયાના મશીનો લગાડવા છતાં ૧૦૦% અલગ કરવો અશક્ય બની જાય છે. પોશ વિસ્તારોમાંથી અંદાજે ૮૦૦થી ૧,૦૦૦ ટન કચરો દરરોજ ડમ્પિંગ સાઈટ પર જાય છે. પોશ વિસ્તારોમાં પેકેજ્ડ ફૂડ, ઓનલાઈન ડિલિવરી (પ્લાસ્ટિક/કાર્ડબોર્ડ) અને ઈ-વેસ્ટનું પ્રમાણ મધ્યમ વર્ગીય વિસ્તારો કરતા ૨૦-૩૦% વધારે જોવા મળે છે. અમદાવાદ શહેરની સૌથી મોટી પીરાણા ડમ્પિંગ સાઈટ કે જેની મૂળ કેપેસિટી વર્ષો પહેલા પૂરી થઈ ગઈ છે. અત્યારે ત્યાં 'બાયો-માઈનિંગ' દ્વારા જૂના કચરાના ડુંગરો હટાવવાની કામગીરી પૂરી થવાના આરે છે. અમદાવાદ આખું વર્ષમાં અંદાજે ૧૦થી ૧૨ લાખ ટન કચરો પેદા કરે છે. એટલે કે છેલ્લા ૩ વર્ષમાં અંદાજે ૩૦થી ૩૫ લાખ ટન કચરો એકઠો થયો હશે. હાલમાં શહેર 'ઝીરો વેસ્ટ' મોડેલ તરફ્ આગળ વધી રહ્યું છે, જેમાં કચરાને ડમ્પ કરવાને બદલે તેમાંથી વીજળી બનાવવાનું આયોજન છે.
