AMCની સામાન્ય ચૂંટણીના પરિણામ જાહેર થયાના લગભગ એક મહિના બાદ શહેરને નવા પદાધિકારીઓ મળશે. મ્યુનિસિપલ સેક્રેટરી વિભાગ દ્વારા 26 મેના રોજ સવારે 11 વાગ્યે ખાસ બોર્ડ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં બેઠકનો સત્તાવાર એજન્ડા જાહેર કરવામાં આવશે. તેમાં AMTS કમિટીના ચેરમેનની પસંદગીનો મુદ્દો પણ સામેલ થવાની શક્યતા છે.
સામાજિક સંતુલનને મહત્વ આપવામાં આવી રહ્યું છે
જોકે, આંતરિક રાજકીય ચર્ચાઓને ધ્યાનમાં રાખીને આ નિમણૂક હાલ માટે મુલતવી રાખવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ વખતે પદાધિકારીઓની પસંદગીમાં જાતિ અને સામાજિક સંતુલનને મહત્વ આપવામાં આવી રહ્યું છે. મેયરનું પદ OBC પુરુષ માટે અનામત હોવાથી આ વર્ગના અનુભવી કોર્પોરેટરને જવાબદારી સોંપાય તેવી સંભાવના છે. ડેપ્યુટી મેયર પદ માટે મહિલા કોર્પોરેટરની પસંદગી થાય તેવી ચર્ચા છે.
