રિવરફ્રન્ટ પર યોજાયેલા ભવ્ય ફ્લાવર શોના સમાપન બાદ તેમાં રાખવામાં આવેલી વિવિધ પ્રજાતિના ફૂલ-છોડને શહેરીજનો પોતાના ઘરના આંગણે કે ગાર્ડનમાં લગાવી શકે તે હેતુથી AMC ના ગાર્ડન વિભાગ દ્વારા વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
ફ્લાવર શોના ફૂલ-છોડના ખરીદી કરી શકશે
અમદાવાદના નગરજનો ચાર મુખ્ય નર્સરીઓ પરથી આ ફૂલ-છોડની ખરીદી કરી શકશે. ચાંદખેડા નર્સરી,એલિસબ્રિજ નર્સરી,નવરંગપુરા નર્સરી,સાયન્સ સિટી પાસે આવેલી AMCની નર્સરી.AMC દ્વારા આ છોડના ભાવ સામાન્ય નાગરિકોને પરવડે તે રીતે નક્કી કરવામાં આવ્યા છે.










