કાંકરિયામાં ચાલુ લાઈટો વચ્ચે કરોડોના ખર્ચ AMC દ્વારા નવા થાંભલા નંખાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીના નામે પ્રજાના પરસેવાની કમાણી અને ટેક્સના પૈસાનો બગાડ થતો હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના પ્રખ્યાત પર્યટન સ્થળ કાંકરિયા ખાતે હાલમાં ફૂટપાથ પર સ્ટ્રીટ લાઈટના નવા અને આધુનિક ગણાતા થાંભલાઓ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ ચોંકાવનારો વિગત એ છે કે, જે જગ્યાએ નવા થાંભલા નાખી રહ્યા છે, તેની બિલકુલ બાજુમાં જ જૂના લાઈટના થાંભલાઓ સંપૂર્ણપણે ચાલુ અને સારી હાલતમાં છે.મહત્વનું છે કે જૂની લાઈટો રાત્રિના સમયે પૂરતો પ્રકાશ આપી રહી છે અને તેમાં કોઈ ટેકનિકલ ખામી નથી. આમ છતાં, તંત્ર દ્વારા તેની જ બાજુમાં ખાડા ખોદીને પ્લાસ્ટિકમાં વિંટળાયેલા નવા પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે. આ દ્વશ્યો જોઈને સામાન્ય નાગરિકોમાં પણ રોષ વ્યાપ્યો છે.










