બાપુનગરમાં વીમા પોલીસી એજન્ટે વૃધ્ધને વિશ્વાસમાં લઇને ક્રેડિટ કઢાવી આપીને તે કાર્ડ બંધ કરાવીને તેમના નામે બે કાર્ડ જનરેટ કરીને કુલ રૂ. 22.71 લાખની ખરીદી કરીને ઠગાઇ આચરી છે. જેમાં વૃધ્ધે એજન્ટને ઓળખતા હોવાથા એક કરોડની પોલિસી પણ લીધી હતી. જ્યારે બેન્કમાંથી હપ્તા બાબતે આવતા સમગ્ર કૌભાંડની જાણ થઇ હતી. આ અંગે વૃધ્ધે એજન્ટ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ નોધાવી છે.


બાપુનગરમાં રહેતા 63 વર્ષીય કિશોરભાઇ પરમાર નિવૃત જીવન જીવે છે. જેમાં તેમને લાંભામાં રહેતા તુષારભાઇ મહાપાત્ર જે વીમાપોલીસી એજન્ટનું કામ કરે છે તેમની પાસે રૂ. 1 કરોડનો વીમો લીધો હતો. તેના પાંચ હપ્તા પણ ભર્યા હતા. જે બાદ તુષારે કિશોરભાઇને આશ્રામ રોડ ખાતે બેન્કમાંથી ક્રેડિટકાર્ડ કઢાવી આપ્યુ હતુ. પરંતુ વૃધ્ધને કાર્ડની જરૂર ન હોવાથી તુષારને બંધ કરાવવા માટે આપ્યુ હતુ. ત્યારે તુષારે બેન્કમાં જઇને મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી ચેન્જ કરાવીને કાર્ડ બંધ કરાવ્યુ હતુ. જે બાદ તુષારે કિશોરભાઇના નામે બે કાર્ડ લઇને બારોબાર કુલ રૂ. 22.71 લાખની ખરીદી કરીને ઠગાઇ આચરી હતી. ત્યારે હપ્તા બાબતે કિશોરભાઇના ત્યાં બેન્કમાંથી આવતા સમગ્ર કૌભાંડની જાણ થઇ હતી. આ અંગે વૃધ્ધે વિમા પોલીસી એજન્ટ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફ્રિયાદ નોધાવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: