અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી અને વૈશ્વિક સ્તરે સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના સમાન અસારવાની ઐતિહાસિક દાદા હરિની વાવ હાલમાં સરકારી તંત્રની ઘોર ઉપેક્ષા અને ઉદાસીનતાનો ભોગ બની છે. આ અતિ પ્રાચીન રાષ્ટ્રીય સ્મારકની મુલાકાતે દરરોજ દેશ-વિદેશમાંથી સેંકડો પ્રવાસીઓ આવે છે, પરંતુ અહીં પાયાની સુવિધાઓના નામે શૂન્ય વ્યવસ્થા હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકીનો સદંતર સામનો કરવો પડી રહ્યો છે. સ્થાપત્યના આ અમૂલ્ય વારસાની જાળવણી માટે સ્થાનિક સંગઠન દ્વારા ગુજરાત રાજ્યના માનનીય શહેરી વિકાસ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.


મહત્વનું છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ વાવને સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવી હોવા છતાં, પ્રવાસીઓ માટે વાવના મુખ્ય દરવાજા ઉપર કોઈ જ સાઈનબોર્ડ કે વાવ જોવાના સમય દર્શાવતું બોર્ડ મૂકવામાં આવ્યું નથી. સૌથી ગંભીર બાબત એ છે કે દૂર-દૂરથી આવતા મુલાકાતીઓ માટે અહીં પીવાના શુદ્ધ પાણી કે શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ સદંતર અભાવ છે. પ્રવાસીઓની સુરક્ષા અને માર્ગદર્શન માટે કોઈ કવોલીફાઈડ ગાઈડની નિમણૂક પણ કરવામાં આવી નથી, જેના કારણે વિદેશી પ્રવાસીઓને આ ઐતિહાસિક ધરોહર વિશે સાચી અને સચોટ માહિતી મળી શકતી નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: