અમદાવાદ : એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (ઈન્ડિયા) લિમિટેડ બુધવાર, 9 સપ્ટેમ્બર, 2026ના રોજ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા તેના ઇક્વિટી શેરનો આઈપીઓ શરૂ કરવાની દરખાસ્ત ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ બિડ/ઓફર શરૂ થવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2026 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2026 છે. ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર માટે રૂ. 132થી રૂ. 139 નક્કી કરવામાં આવ્યો છે. બિડ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઓછામાં ઓછા 107 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 107 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો