બગોદરા પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ સહિત સ્ટાફની ટીમ દ્વારા હાઈવે પર ટોલટેક્સની પાસે વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન બાવળા બાવળા બાજુથી આવી રહેલ લાલ કલરના ટ્રકમાં દારૂ હોવાની શંકા જતા આઈસર વાહનને ઊભું રખાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે તેમાં સંતરાના કેરેટની આડમાં દારૂ હોવાનું જણાઈ આવતા આઇસરને બગોદરા પોલીસ સ્ટેશન લાવી દેવામાં આવ્યું હતું. તે પછી ટ્રક પરની તાડપત્રીને દોરડા ખોલતા તેમાંથી સંતરાના પ્લાસ્ટીકના કેરેટની આડમાં વિદેશી દારૂ કુલ -295 પેટી મળી આવી હતી. જેમાં પ્લાસ્ટિકની બોટલ નંગ 14,160, કિંમત રૂ. 48.14 લાખનો જથ્થો પકડી પાડયો હતો. જ્યારે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને પુછતા તેનું નામ રણબીર સિંહ રણજીતસિહ ઉ.વ.50 ડ્રાઈવર તથા કલીનર શેરસિહ રતનલાલ રાજપૂત જણાવ્યું હતું. બંનેની અંગજડતી કરતા તેમની પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે વિદેશી દારુના જથ્થા સાથે ટ્રક, બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 58.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ બંને શખ્સોની દારૂ મંગાવનાર તથા દારૂ આપનાર શખ્સોને ઝડપી પાડવા માટે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: