બાવળા : બાવળા શહેરમાં ધોળકરોડ પર આવેલા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર નો 55મો વાર્ષિક પાટોત્સવ નૂતન મંદિરનો 33 મો વાર્ષિક પાટોત્સવ સંસ્થાના આચાર્ય શ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ની પાવન ઉપસ્થિતિમાં ઉજવાશે જેના ચતુર્દિવસીય મહોત્સવના પ્રથમ દિવસે વિશ્વશાંતિ માટે વૈદિક અનુષ્ઠાન મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે વેદમાં જણાવ્યા અનુસારસંપૂર્ણ વૈદિક પોશાક પહેરીને સંતો-ભક્તોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મહાપૂજા કરી હતી અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: