અમદાવાદ જિલ્લામાં બાવળા તાલુકાના કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીઆઈડીસી પોલીસ તાલુકામાં જાહેર થયેલી ચૂંટણીલક્ષી પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ગામમાં રહેતા રંજનબેન મનસુખભાઈ મેર જેઓ કેરાળા ગામના સરપંચ છે. તેમના ભોગવટાની ઓરડીમાં દેશીદારૂ છુપાવીને રાખેલો છે. એથી હે.કો. હરદેવસિંહ, જયવીરસિંહ, મહાવીરસિંહ, દીપકસિંહ દ્વારા તાત્કાલિક બાતમીના સ્થળે રેડ કરવામાં આવી હતી. રેડ દરમ્યાન પોલીસને ઓરડીમાં તીવ્ર વાસ આવતા તેની તલાશી લેતા પ્લાસ્ટિકની થેલીઓ તથા સિમેન્ટની મોટી થેલીઓમાં દારૂ ભરેલી પોટલીઓ મળી આવી હતી પોલીસ દ્વારા આશરે 60 લીટર જેટલો દેશી દારૂ જપ્ત કરી હાજરના મળી આવેલા મહિલા આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમમાં અગ્રવાલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિશિવ લાયન્સ ચેમ્પિયન









