બાવળા તાલુકાના નાનોદરા ગામ ખાતે આવેલા બાયફ્ જાબુડી ફાર્મ ખાતે બાયફ્ સંસ્થાનો 60મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમમાં બાયફ્ સંસ્થાના જોઈન્ટ રિજનલ ડાયરેક્ટર તથા ગુજરાત રાજ્યના હેડ જયંતીભાઈ મોરી, તાતા મોટર્સ CSRના હેડ સંપાબેન, મારુતિ સુઝુકી મોટર્સના CSR હેડ વિવેકભાઈ, ધરતી ચેરિટેબલ ટ્રસ્ટ બાવળાના પ્રમુખ કાંતિભાઈ મકવાણા તેમજ નાનોદરાના ખેડૂત આગેવાન બાબુભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બાયફ્ સંસ્થાના મુખ્ય ડો. મણિભાઈ દેસાઈએ સંસ્થાની 60 વર્ષની સફર અને દેશના 18 રાજ્યોમાં ગ્રામ વિકાસ, પશુપાલન, ખેતી તથા ગ્રામજનોની આજીવિકા વધારવા માટે કરવામાં આવતી કામગીરીની માહિતી આપી હતી. વિવિધ વિસ્તારોમાં કાર્યરત બાયફ્ના આશરે 200 સ્ટાફ્ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રોષ્ઠ કામગીરી કરનાર સ્ટાફ્ને પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરાયા હતા. બાદમાં બાંસી ગૌશાળાની મુલાકાત લઈ કામગીરીની માહિતી મેળવવામાં આવી હતી.
