અમદાવાદ જિલ્લાના બાવળા બગોદરા હાઈવે પર ફરી અકસ્માતની ઘટના બની છે, જેમાં 2 લોકોના મોત અને 4 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, ઘટનાની જાણ થતાની સાથે 108 એમબ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળ પહોંચી હતી અને ટ્રાફિક દૂર કર્યો હતો.


[[$googlead]]

બાવળા બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત

અકસ્માતમાં 2ના ઘટનાસ્થળે મોત, 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, ટ્રક પાછળ પીકઅપ વાન ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, રસોઇના ઓર્ડરમાં જતાં કેટરર્સને નડ્યો અકસ્માત અને અકસ્માતમાં એક મહિલા, એક પુરુષનું થયું મોત, રામનગર પાસે ચાની કીટલી પાસે સર્જાયો અકસ્માત અને ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ ખસેડ્યા છે, તો પોલીસે બંદ પડેલા ટ્રકના ડ્રાઈવરની પણ પૂછપરછ કરી છે.

બંધ ટ્રકની પાછળ પીકઅપવાન ઘૂસી જતા અકસ્માત થયો

પોલીસનું અનુમાન છે કે, પીકઅપવાનના ડ્રાઈવરને ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, જે લોકોને ઈજા પહોંચી છે તેમની તબિયત સુધારા પર છે, તો પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

[[$alsoread]]

આ પણ વાંચો : Weather News : રાજયભરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ, 17 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું


  • Follow us on: