અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં પોલીસ મથક નજીક આવેલા રેલવે નીચેના પાણી ભરેલા નાળામાં યુવકે ઝંપલાવી પોતાનું જીવન ટુંકાવ્યું હતુ બનાવ અંગે બાવળા પોલીસે યુવકની લાશને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી  


પ્રાપ્ત વિગત મુજબ બાવળાની અવધપૂરી સોસાયટી ખાતે રહેતા કિરણભાઈ વાલજીભાઈ સારોલા ગત તા.6ઠ્ઠીને શનિવાર સાંજથી ઘરમાં કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા. જ્યારે રવિવારે રેલવેની એક ટીમ અંડરપાસમાં પાણી ભરાઈ રહેતું હોવાના કારણે ઇન્સ્પેક્શન કરવા આવી હોવાથી બંધ અંડરપાસમાં કોઈ વ્યક્તિની લાશ તરતી જોઈ રેલવે કર્મચારીઓ દ્વારા બાવળા પોલીસ મથક જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને નગરપાલિકાને જાણ કરતા પાલિકાની ટીમ આવી યુવકની લાશને બહાર કાઢી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા મૃતક વ્યક્તિ અવધપુરી સોસાયટીનો રહીશ હોવાની જાણકારી મળતા પોલીસે તેના પરિવારજનોને જાણ કરી બોલાવી લીધા હતા. જ્યાં મૃતકના પરિવાનો દ્વારા જણાવ્યું હતુ કે કિરણભાઈ શનિવારની સાંજે ઘરમાં કોઈને જાણ કર્યા વિના બહાર નીકળી ગયા હતા. પોલીસ દ્વારા મૃતકની લાશને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: