આતંકી પાસેથી મળેલા ડિજિટલ પુરાવા અંગે FSLમાં તપાસ ચાલુ છે અને ટેલીગ્રામ મારફતે ATSએ ઘણી માહિતી માંગી છે અને જે સીસીટીવી સામે આવ્યા છે જેમાં દેખાય છે કે, અમદાવાદની રિલીફ રોડ પર હોટલમાં આતંકીઓ રોકાયા હતા અને આતંકી સૈયદ અહેમદના CCTV સામે આવ્યા છે, આતંકી સુહેલના ઘરેથી અરબી ભાષામાં લખેલો ફ્લેગ મળ્યો છે.
ફ્લેગમાં અરબી ભાષામાં શહાદા લખાણ મળી આવ્યું
"અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર નથી, મુહંમદ અલ્લાહના સંદેશવાહક છે' તેવું લખાણ પણ મળી આવ્યું છે. ગુજરાત એટીએસ દ્વારા 9 નવેમ્બરના આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ દ્વારા આતંકીઓની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આતંકી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના ઘરે તપાસ દરમિયાન ટીમને ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવાઓ મળ્યા હતા.
3 આતંકીઓમાંથી ડો. અહેમદ ઝીલાની ડોકટર છે : સુનિલ જોષી DIG ATS
ગુજરાત ATS દ્વારા જે ત્રણ આતંકીઓને દબોચી લેવામાં આવ્યા છે તે પૈકીનો એક ડો. અહેમદ સૈયદ ઝીલાની વ્યવસાયે ડોકટર હોવાનું સામે આવ્યું છે. ડો. અહેમદે ચીનમાં MBBS કર્યું હતું. ડો. અહેમદ પોતે હૈદ્રાબાદનો જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને યુપીના રહેવાસી છે. ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન, આઝાદ સુલેમાન સૈફીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કામ પતાવીને હૈદરાબાદ જવાની ફિરાકમાં હતા પણ તે પહેલા તેમને ઝડપી લેવામાં આવ્યા છે.
માનગઢથી હથિયાર લીધા હતા : સુનિલ જોષી DIG ATS
ગુજરાત ATS દ્વારા જે આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેઓના કબજામાંથી ત્રણ પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલનો જથ્થો મળી આવ્યો છે. ખૂબ જ ઝેરી પદાર્થ બનાવવાનો મનસૂબો આ લોકોનો હતો, જે પ્રવાહી કારમાંથી મળી આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે, આંતકીઓએ રાઈઝીન નામનું ખતરનાક ઝેર બનાવ્યું હતુ અને મોટા આતંકી હુમલાનું ષડયંત્ર હોવાની વાત સામે આવી છે, કેમિકલ હુમલાનો આતંકીઓનો પ્લાન હતો.
સૈયદ નામના આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો : સુનિલ જોષી DIG ATS
સૈયદે હૈદરાબાદમાં રહેતા અન્ય બે આરોપીઓ આઝાદ અને સોહિલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી વસ્તુઓ મેળવી હતી અને તે હૈદરાબાદ પરત જઈને સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરી તેનો ઉપયોગ ખાવામાં ભેળવીને કરવામાં આવે તેમ હતો.









