અમદાવાદના રામોલ વિસ્તારમાં સર્જાયેલા ગંભીર અકસ્માત કેસમાં એક મોટો ખુલાસો થયો છે. અકસ્માત સર્જનાર આરોપી વીરેન્દ્ર વાલેકરે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે દારૂના નશામાં ગાડી ચલાવીને આ અકસ્માત કર્યો હતો. ટ્રાફિક પોલીસે આરોપી વીરેન્દ્ર વાલેકરની ધરપકડ કરી લીધી છે. પીઆઈ દ્વારા જણાવ્યા મુજબ આરોપી દારૂના નશામાં હોવા છતાં ગાડી ચલાવતો હતો અને તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
મિત્રને કાર આપવા જતાં સર્જાયો હતો અકસ્માત
પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે વીરેન્દ્ર વાલેકર હાથીજણ માતાના ઘરેથી નીકળીને તેના મિત્રને કાર આપવા જઈ રહ્યો હતો. ત્યારે તેણે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં કુલ પાંચ શ્રમિકોને ઈજા પહોંચી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281, 125(A), 125(B), 110(2), તેમજ મોટર વ્હીકલ (MV) એક્ટ 177, 184 મુજબ ગુનો દાખલ કર્યો છે.
