અમદાવાદમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વાહન ચાલકોને ઈ મેમો ફટકારવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં એક એવો ઈ મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેને ઈ મેમો ફટકારવામાં આવ્યો છે. બાઈક ચાલકને હેલ્મેટ હોવા છતાં 500 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અને સરકારની સ્માર્ટ સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા થયાં છે.
સીસીટીવીમાં યુવકના માથે હેલ્મેટ હોવાનું દેખાય છે
અમદાવાદમાં એક બાઈક ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેને 500 રૂપિયાનો ઈ મેમો ફટકારવામાં આવતાં ટ્રાફિક પોલીસ અને સરકારની આધુનિક સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા થયાં છે. સીસીટીવીમાં યુવકના માથે હેલ્મેટ હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ મેમો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. આ પોલીસની બેદરકારી છે કે ટેકનિકલ ભૂલ છે તે અંગે અનેક સવાલો સામે આવી રહ્યાં છે.
