ગઈકાલે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અરવલ્લી અને દાહોદમાં ખાબકેલા વરસાદને કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ અમદાવાદમાં ગઈકાલે સાંજે ભારે પવન સાથે વરસાદ ખાબકતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ભાજપના બે મોટા નેતાઓનો આબાદ બચાવ થયો હતો.
ભારે પવન ફૂંકાતા દુર્ઘટના સર્જાઈ
અમદાવાદમાં ગઈકાલે ભારે પવન સાથે ખાબકેલા વરસાદને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. શહેરમાં ચાલુ વાહન પર લીમડાનું ઝાડ પડ્યું હતું. આ કારમાં ભાજપના શહેર પ્રમુખ પ્રેરક શાહ અને દર્શક ઠાકર પણ સવાર હતાં. કાર પર ઝાડ પડતાં કારનો કચ્ચરધાણ વળી ગયો હતો. બીજી તરફ બંને નેતાઓનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે કારના ડ્રાઈવરને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. કારને ઝાડ પડવાને કારણે મોટુ નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં આગઝરતી ગરમી સાથે વરસાદની શક્યતા : અંબાલાલ પટેલની આગાહી
