શહેરના અસારવા વિસ્તારમાં મોડી રાત્રે નજીવા કારણસર બે પક્ષો વચ્ચે છૂટા હાથે પથ્થરમારો અને હિંસક હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. નાળિયેરના ભાવને લઈને શરૂ થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
અસારવામાં નાળિયેરના ભાવ મુદ્દે હિંસક અથડામણ
મળતી માહિતી મુજબ, અસારવા વિસ્તારમાં નાળિયેરના વેપારીઓ વચ્ચે ભાવતાલ મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વકર્યો કે બંને પક્ષોના લોકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમિયાન એક મહિલા પર પણ હુમલો કરવામાં આવતા સ્થિતિ વધુ સ્ફોટક બની હતી. હુમલાખોરોએ માત્ર પથ્થરો જ નહીં, પરંતુ તીક્ષ્ણ હથિયારો વડે પણ હુમલો કર્યો હતો અને ફરિયાદીની નાળિયેરની લારીમાં ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.










